Facing issue in account approval? email us at info@ipt.pw

Click to Ckeck Our - FREE SEO TOOLS

1
સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે અધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત્ કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. સંસાધનોના ઉપયોગો : સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. માનવજીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે. ખેતપ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃતિ સુધીની તમામ પ્રવૃતિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે. સંસાધનોના ઉપયોગો નીચે મુજબ છે: 1. સંસાધન – ખોરાક તરીકે : માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓનાં દૂધ બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતાં માછલાં અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે.2. સંસાધન – કાચા માલના સ્ત્રોત તરીકે : જંગલોમાંથી મળતી આર્થિક દ્વષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખદ્યપાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતાં દૂધ, માંસ, ઊન અને ચામાડાં તેમજ ખનીજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. 3. સંસાધન – શક્તિ-સંસાધન તરીકે : કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘરોમાં કરવામાં આવે છે. આ ઉપરાંત, સૌરઊર્જા, પવનઊર્જા, ભરતીઊર્જા, ભૂતાપીય ઊર્જા, બાયોગૅસ, જળઊર્જા વગેરે પણ શક્તિ-સંસાધનો તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ.

Loading...

Comments

Who Upvoted this Story